રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પંજાબ પ્રવાસ દરમિયાન અમૃતસર એરપોર્ટ ખાતે કરાયું તેમનું સ્વાગત
Live TV
-
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પંજાબ પ્રવાસ દરમિયાન અમૃતસર એરપોર્ટ ખાતે ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂએ સુવર્ણમંદિર અને હરમંદિર સાહેબની મુલાકાત લીધી હતી. તેમજ તેઓ જલિયાવાલા બાગમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે પંજાબના અમૃતસરની એક દિવસીય મુલાકાતે છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી ભગવંત માનએ અમૃતસર એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શ્રી હરમંદિર સાહેબની મુલાકાત લીધી હતી. સાથે જ રાષ્ટ્રપતિએ સુવર્ણ મંદિરમાં ભેટ પણ અર્પણ કરી હતી. ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મૂ દુર્ગીયાના મંદિર અને ભગવાન વાલ્મીકી તીર્થ સ્થળની પણ મુલાકાત લેશે તથા જલીયાવાલા બાગમાં શહિદોને શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરશે.
