Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર હોળીના રંગોમાં રંગાયા

Live TV

X
  • સમગ્ર દેશમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશના કેન્દ્રીય મંત્રીઓએ જનતા સાથે હોળીનું પર્વ ઉજવ્યું હતું. જેમાં હિમાચલ પ્રદેશમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર હોળીના રંગોમાં રંગાયા હતા.. તો બીજી તરફ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી મીનાક્ષી લેખીએ દિલ્હીમાં હોળી મિલન સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં વિદેશી રાજદૂતોએ પણ આ રંગોત્સવમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

    આજે દેશભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ઉત્સાહભેર મનાવવામાં આવી રહ્યો છે. રંગ અને ઉત્સાહના આ તહેવારમાં, દરેક લોકો એકબીજાને અબીલ ગુલાલ લગાડી રહ્યા છે. આજે સવારથી જ હોળીના રંગો જામવા લાગ્યા છે. જ્યારે બાળકોમાં પણ અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શુભકામના પાઠવતા કહ્યું કે હોળીની દેશવાસીઓને શુભકામનાઓ. આપ સૌનાં જીવનમાં હંમેશા આનંદ અને ઉમંગનાં રંગ વરસતા રહે. હોળીના પાવનપર્વે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવન આવીને હોળીની શુભકામના પાઠવી હતી. જ્યારે ઉપ-રાષ્ટ્રપિ જગદીપ ધનખડે પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply