દેશભરમાં ધૂળેટીના તહેવારની કરવામાં આવી રહી છે ઉત્સવભેર ઉજવણી
Live TV
-
આજે દેશભરમાં હોળી-ધૂળેટીનો તહેવાર ઉત્સાહભેર મનાવવામાં આવી રહ્યો છે. રંગ અને ઉત્સાહના આ તહેવારમાં, દરેક લોકો એકબીજાને અબીલ ગુલાલ લગાડી રહ્યા છે..આજે સવારથી જ હોળીના રંગો જામવા લાગ્યા છે. જ્યારે બાળકોમાં પણ અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શુભકામના પાઠવતા કહ્યું કે હોળીની દેશવાસીઓને શુભકામનાઓ. આપ સૌનાં જીવનમાં હંમેશા આનંદ અને ઉમંગનાં રંગ વરસતા રહે. હોળીના પાવનપર્વે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવન આવીને હોળીની શુભકામના પાઠવી હતી, જ્યારે ઉપ-રાષ્ટ્રપિ જગદીપ ધનખડે પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
