રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી
Live TV
-
દેશભરમાં હોળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે...ત્યારે દ્રૌપદી મુર્મૂએ કહ્યું હોળીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
દેશભરમાં આજે હોળીનો તહેવાર ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.. . ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે..રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું,, "હોળીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.. રંગોનો તહેવાર હોળી આનંદ અને ઉત્સાહ લઈને આવે છે.. આ તહેવાર આપણા જીવનમાં એકતા અને ભાઈચારાની લાગણીને વધારે છે. હોળીના વિવિધ રંગો વિવિધતામાં એકતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.. આ તહેવાર બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે.. આ તહેવાર આપણને આપણી આસપાસ પ્રેમ અને સકારાત્મકતા ફેલાવવામાં મદદ કરે છે. રંગોનો આ તહેવાર તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને હોળી પર્વની શુભેચ્છા પાઠવી છે..