હોળીના રંગ ફીકા ના પડે તે માટે પ્રશાસન એલર્ટ
Live TV
-
હોળીની સાથે શુક્રવારની જુમા નમાઝને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
દેશભરમાં રંગોના તહેવાર હોળીને ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે હોળીના રંગ ફીકા ના પડે તે માટે પ્રશાસન પણ એલર્ટ થયું છે. આજે હોળીની સાથે શુક્રવારની જુમા નમાઝને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ અને બિહારના સંવેદનશીલ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..શાંતિ વ્યવસ્થા ભંગ કરનારાઓ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.. પટનામાં 5 હજારથી વધુ જવાનોને તૈનાત કરાયા છે..