Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી પાંચ દિવસ મધ્યપ્રદેશના પ્રવાસે, CM મોહન યાદવે કર્યું સ્વાગત

Live TV

X
  • રાષ્ટ્રપતિ સિકલ સેલ એનિમિયાના પડકારનો સામનો કરવા માટે સરકારની વ્યૂહરચના તેમજ આ દિશામાં થઈ રહેલા કાર્યની ચર્ચા કરવા માટેના કાર્યક્રમમાં પણ ભાગ લેશે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મધ્યપ્રદેશના આજથી પાંચ દિવસના પ્રવાસ માટે ઇન્દોર પહોંચ્યા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી મોહન યાદવે એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે ઇન્દોર પહોંચેલા મુખ્યમંત્રી યાદવે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ તેમના રોકાણ દરમિયાન ચિત્તા પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે.

    બીજી તરફ, રાષ્ટ્રપતિ સિકલ સેલ એનિમિયાના પડકારનો સામનો કરવા માટે સરકારની વ્યૂહરચના તેમજ આ દિશામાં થઈ રહેલા કાર્યની ચર્ચા કરવા માટેના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તેઓ બ્રહ્માકુમારીઓ સાથેના કાર્યક્રમમાં પણ હાજરી આપશે, જે સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણને સમજવાની તક પૂરી પાડશે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તા.22 જૂન સુધી મધ્યપ્રદેશના પ્રવાસે રહેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઇન્દોર, બેતુલ, ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર મંદિર, જબલપુર, ગ્વાલિયર અને શ્યોપુરના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ મુર્મૂએ ગુરુવારે બેતુલમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આયોજિત 'આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમાજનું સશક્તિકરણ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેઓ ઓમકારેશ્વર પણ પહોંચશે અને મંદિરમાં દર્શન અને આરતીમાં ભાગ લેશે.

    રાષ્ટ્રપતિ મુર્મુ 19 જૂને ઓમકારેશ્વરમાં આંતરરાષ્ટ્રીય સિકલ સેલ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ 20 જૂને જબલપુર પહોંચશે. તેઓ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ જબલપુરમાં રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. 22 જૂને રાષ્ટ્રપતિ મુર્મૂ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ગ્વાલિયર પહોંચશે અને નવી દિલ્હી જવા રવાના થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply