Skip to main content
Settings Settings for Dark

ICGને મળ્યું સ્વદેશી એર કુશન વાહન, જાણો શું થશે લાભ

Live TV

X
  • ભારતીય કોસ્ટ ગાર્ડની કાર્યકારી ક્ષમતાઓને વધારવા અને ઉભરતા પડકારોનો સામનો કરવાની ક્ષમતાને મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ... સમારોહમાં ભારતીય કોસ્ટ ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓ અને શિપબિલ્ડિંગ ઉદ્યોગના પ્રતિનિધિઓની હાજરી

    ભારતીય કોસ્ટ ગાર્ડે સ્વદેશી એર કુશન વ્હીકલને સામેલ કરીને તેની કાર્યકારી ક્ષમતાને મજબૂત બનાવી છે. ચૌગુલે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માટે ઉત્પાદિત છ સ્વદેશી એર કુશન વ્હીકલ (ACV)માંથી પ્રથમ 18 જૂનના રોજ ગોવામાં સેવામાં સામેલ કરવામાં આવ્યું હતું.

    આ હોવરક્રાફ્ટનો હેતુ દરિયાઈ ક્ષેત્રમાં ભારતીય કોસ્ટ ગાર્ડની કાર્યકારી ક્ષમતાઓને વધારવા અને ઉભરતા પડકારોનો સામનો કરવાની તેની ક્ષમતાને મજબૂત બનાવવાનો છે. તેનો સેવામાં સમાવેશ આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારશે અને દેશના વધતા જતા દરિયાઈ ઔદ્યોગિક આધારનું પ્રતીક બનશે.

    પાસિંગ આઉટ સમારોહ ભારતીય કોસ્ટ ગાર્ડના વરિષ્ઠ અધિકારીઓ અને શિપબિલ્ડિંગ ઉદ્યોગના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયો હતો. આ પાસિંગ આઉટ સમારોહ રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાના તેના આદેશને સમર્થન આપવા માટે સંસ્થાના આધુનિકીકરણ અને ક્ષમતા વૃદ્ધિ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય કોસ્ટ ગાર્ડ માટે છ ACVs (સિંગલ વ્હીકલ)ની ખરીદી માટેનો કરાર 24 ઓક્ટોબરના રોજ સંરક્ષણ મંત્રાલય અને ચોગુલે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply