Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે છત્તીસગઢ અને ઓડિશાના પ્રવાસે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે છત્તીસગઢ અને ઓડિશાની મુલાકાતે લેશે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ રાયપુરમાં છત્તીસગઢ વિધાનસભાના રજત જયંતિ સમારોહમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ ઓડિશામાં ભગવાન વિષ્ણુના પ્રાચીન મંદિર શ્રી નીલમાધવની મુલાકાત લેશે.

    ઓડિશાના નયાગઢમાં, રાષ્ટ્રપતિ ભારતીય વિશ્વબાસુ શબર સમાજના સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ મુર્મૂ  આજે ઓડિશાના નયાગઢ જિલ્લામાં શ્રી નીલમાધવ મંદિરની મુલાકાત લેશે. ભગવાન વિષ્ણુનું આ પ્રાચીન મંદિર મહાનદીના કિનારે આવેલું છે.

    રાષ્ટ્રપતિ આજે બપોરે ભુવનેશ્વરના બિજુપટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચશે અને ભારતીય વાયુસેનાના ખાસ હેલિકોપ્ટરમાં નયાગઢ પહોંચશે. તે ભુવનેશ્વરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને કાલે સવારે દિલ્હી પરત ફરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply