રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ એવોર્ડનું વિતરણ કરાયું
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે 54 ગણમાન્ય લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ કોવિંદે લોક ગાયિકા તિજનબાઈને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. જ્યારે ઈસરોના વૈજ્ઞાનિક રહેલા નવીન નારાયણ એમ.ડી.એચ. મસાલાના માલિક ધર્મપાલ ગુલાટી,, પર્વતારોહી વસંતી પાલને પદ્મભૂષણ,, અભિનેતા મનોજ બાજપેઈ , ક્રિકેટર ગૌતમ ગંભીર, તબલાવાદક સ્વપ્નીલ ચૌધરી,, ફૂટબોલ ખેલાડી સુનિલ છત્રી, અને તિરંદાજ બોમ્બાયા દેવીને ,, પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ગુજરાતના પ્રોફેસર જોરાવરસિંહ જાદવને કલાક્ષેત્રે પોતાના અમૂલ્ય યોગદાન બદલ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો
