રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુ આજે કેરળ પ્રવાસના બીજા દિવસે કોલમમાં માતા અમૃતામયી મઠની લેશે મુલાકાત
Live TV
-
તિરૂવનંતપુરમમાં અનુસુચિત જનજાતિના વ્યાપક વિકાસ સાથે જોડાયેલી યોજના ઉન્નતિનો કરાવશે શુભારંભ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે કેરળના કોલ્લમમાં માતા અમૃતાનંદમયી મઠની મુલાકાત લેશે. આ સાથે તિરુવનંતપુરમમાં તેમના સન્માનમાં આયોજિત નાગરિક અભિનંદન કાર્યક્રમમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ કુટુંમ્બશ્રીના એક સમારોહમાં કેરળમાં સમકાલીન વાર્તાઓ અને અનુસૂચિત જનજાતિના વ્યાપક વિકાસથી જોડાયેલી યોજના ઉન્નતિનું ઉદ્ધાટન કરશે. આ સાથે રાષ્ટ્રપતિ આવતીકાલે વિવેકાનંદ સ્મારક અને તિરુવલ્લુવરની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે. અને કન્યાકુમારીમાં વિવેકાનંદ કેન્દ્રની મુલાકાત લેશે. આ સાથે તેઓ કવરત્તીમાં સ્વયં સહાયતા સમૂહોને સભ્યો સાથે સંવાદ કરશે.
