સંસદના બજેટ સત્રમા છેલ્લાં ચાર દિવસ ચાલી રહેલા વિવાદના આજે અંત આવવાના અણસાર
Live TV
-
વિદેશમાં પોતાના નિવેદનને લઇને ઘેરાયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેવટે સંસદમાં નિવેદન આપવા માટે થયા તૈયાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેનદને લઈને વિવાદોથી ઘેરાયા છે. રાહુલ ગાંધી ભાજપ અને સરકારના નિશાના પર છે. તેમનું કહેવું છે કે દેશના સાંસદ હોવા છતાં તેમણે દેશની ગરિમાને ઠેસ પહોંચાડી છે. જેને લઈ સંસદમાં હોબાળો શરૂ થયો હતો. શાસક પક્ષની માંગ છે કે રાહુલ ગાંધી સાંસદમાં આવીને માફી માંગે. બીજી તરફ રાહુલ ગાંધી પણ આ મુદ્દે ગૃહમાં પોતાનું નિવેદન આપે તેવી શક્યતા છે. ગઈકાલે તેમણે સ્પીકર સાથે વાત કરી હતી અને આ મુદ્દા પર પોતાનો પક્ષ રાખવા માટે સમય માંગ્યો હતો.
