રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગાને 21 તોપની સલામી સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો
Live TV
-
લોકતંત્રના આ મહાન પર્વ પર દિલ્હી ખાતે અનેરો માહોલ જોવા મળ્યો
સમગ્ર દેશ આજે 70માં ગણતંત્ર દિવસની ઉજવણી રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ લોકો મનાવી રહ્યાં છે. લોકતંત્રના આ મહાન પર્વ પર દિલ્હી ખાતે અનેરો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગાને 21 તોપની સલામી સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ગણતંત્ર દિવસ દેશવાસીઓ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરીલ રામફોસા સાથે મનાવ્યો હતો.
દેશ 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આખી દુનિયાને પોતાની તાકાતથી રૂબરૂ કરવાનો અવસર હતો. સાથે વિવિધ ઝાંખીઓમાં પ્રદર્શીત વિવિધતામાં એકતાનું પ્રદર્શથી લોકોના મનસ પ્રફુલીત થયા હતા. આ ઝાંખીઓ થકી દુનિયાને સંદેશો મળે છે કે, ભલે અમે જુદા જુદા છીએ પણ અમે એક છીએ વિવિધતમાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ વિવિધ ઝાંખીઓ હતી. ભારતીય સેના જ્યાં એક તરફ શક્તિ પ્રદર્શ કરી રહી હતી. તો બીજ તરફ વાયુ સેના પોતાના હવાઈ કરતબથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રંદ્ધાજલી અને સલામી આપી હતી. રામનાથ કોવિંદે અદમ્ય સાહસ દાખવતા લાંસ નાયક નજીર અહેમદ વાનીને મરણોપાંત અશોકચક્ર એનાયત કર્યો હતો. અહેમદ વાनाનીની મા અને પત્નીને એવોર્ડ સ્વીકાર્યો હતો. આ પૂર્વે 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે રાષ્ટ્રધ્વજને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરીલ રામફોસાની હાજરીમાં સલામી આપી હતી.
રાજપથ પર ટી- 90 ટેન્કે પ્રથમ રાષ્ટ્રપતિને સલામી આપી હતી. આ સમયે આ ટેન્ક ભારતની સૌથી પ્રબળ ટેન્ક અને તાકાત છે. આ સાથે સરફેસ માઈન્સ ક્લિયનસ ટેન્કે પણ રાષ્ટ્રપતિને સલામી આપી હતી. ભારતીય સેનાની સર્વીસ કોપ રેજીમેન્ટનું નેતૃત્વ ભાવના કસ્તુરીએ કર્યુ હતું. આ સાથે સુભાષચંદ્ર બોઝની ઈન્ડીયને નેશનલ આર્મીએ પરેડમાં ભાગ લીધો હતો. લેફ્ટનન્ટ કર્નલ અંબીકા દેવીના નેતૃત્વમાં નૌવ સેનાના જવાનોએ રાષ્ટ્રપતિને સલામી આપી હતી. રાજવી વેશભુષામાં બીએસએફના ઉંટ સેના જવાનોએ પણ સલામી આપી હતી. રાજપથ પર એનસીસીસ કેડેસ્ટે જ્યારે રાષ્ટ્રપતીને સલામી આપી ત્યારે હાજ સૌ કોઈ ગર્વની લાગણી અનુભવતા હતા.
અંદમાન નિકોબારની ઝાંખીમાં સેલ્યુલર જેલની ઝાંખી બતાવવામાં આવી હતી. અંદમાન નિકોબારની ઝાંખીને 13 વર્ષ પછી સામેલ કરવામાં આવી હતી. ત્રિપુરા રાજ્યનાં ટેબલોમાં ગાંધીવાદ તરીકે સશક્તીકરણ પર આધાપરિત ગ્રામીણ વ્યવસ્થાને દર્શાવાયુ. ગોવા રાજ્યનાં ટેબલોમાં સર્વધર્મ સમભાવનો સંદેશ આપવામાં આવ્યો હતો.. જેમાં દિપ સ્તંભ મંદિર અને ઓલ્ડ ગોવાનું ચર્ચ પણ બતાવવામાં આવ્યું હતુ. ઉપરાંત ગુજરાત રાજ્ય તરફથી પ્રદર્શીત ટેબલોમાં દાંડીયાત્રા પ્રદર્શીત કરવામાં આવી હતી. આમ વિવિધ રાજ્યોએ પોતાની ઝાંખી પ્રદર્શીત કરી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમના ટેબ્લો પ્રદર્શીત કર્યા હતા. ત્યાર બાદ વિવિધ વિદ્યાર્થીઓ પોતાની શક્તિ અને અનોખા પ્રદર્શન પ્રદર્શીત કર્યા હતા. રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019થી સન્માનિત 26 જેટલા બાળકોને ખુલ્લી જીપમાં સવાર થઈ રાજપથ પર પહોંચ્યાં હતા. રાજપથના આકાશ પર વાયુ સેનાનો અદભૂત નજારો જોવા મળ્યો. જ્યાં એક તરફ સુખોઈના કરતબ જોવા મળ્યાં હતા.
અંતમાં ગણતંત્ર દિવસના કાર્યક્રમ પુરો થયા બાદ સૌ કોઈ હર્ષ અને ગર્વની લાગણી અનુભવતા છુટાં પડતા હતા ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પ્રકારના પ્રોટોકોલ તોડી ઉપસ્થિત લોક તરફ ચાલી નિકળ્યા હતા. વડાપ્રધાનને પોતાની સમીપે આવતા જોઈ લોકો હર્ષિત અને આનંદીત થયા હતા.. રાજપથ માર્ગ પર નરેન્દ્ર મોદી ગાડીઓનો કાફલો છોડી સામાન્ય જનની જેમ પદયાત્રા કરી હતી.
