સમગ્ર દેશ 70માં ગણતંત્ર દિવસની કરાઈ ઉજવણી
Live TV
-
લોકતંત્રના આ મહાન પર્વ પર દિલ્હી ખાતે અનેરો માહોલ જોવા મળ્યો
સમગ્ર દેશ આજે 70માં ગણતંત્ર દિવસની ઉજવણી રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ લોકો મનાવી રહ્યાં છે. લોકતંત્રના આ મહાન પર્વ પર દિલ્હી ખાતે અનેરો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગાને 21 તોપની સલામી સાથે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ગણતંત્ર દિવસ દેશવાસીઓ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરીલ રામફોસા સાથે મનાવ્યો હતો.
દેશ 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસે સૌપ્રથમ સવારના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમર જવાન જ્યોતિ પર શહીદોને સલામી આપી હતી. પ્રજાસત્તાક પર્વના વિશેષ અતિથી એવા દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરીલ રામફોસાની ઉપસ્થિતીમાં રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. આ સમયે ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી નિર્મલા સિતારમણ ઉપરાંત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. લાંસ નાયક નજીર અહેમદ વાનીને મરણોપાંત અશોકચક્ર એનાયત કરવામાં આવ્યો છે. ગણતંત્ર દિવસે 26 બાળકોને વડાપ્રધાને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019થી સન્માનિત કર્યા છે.
ગણતંત્ર દિવસ પર યોજાતી પરેડનો દેશવાસીઓસ આતુરતા પુર્વક વર્ષ ભર રાહ જોતા હોય છે. આ જ દિવસે પરેડ દરમિયાન દેશની સેના કેટલી સશક્ત અને પ્રભાવી છે તે મહેસુર કરવાનો અવસર હોય છે. રાજપથ ખાતે લેફ્ટનન્ટ અસીત મીસ્ત્રીના નેતૃત્વમાં પરેડ સમારોહ શરૂ થયો હતો. આ વખતેની ઝાંખીઓ ગાંઘી બાપુને સમર્પિત હતી. ગોવા રાજ્યનાં ટેબલોમાં સર્વધર્મ સમ્ભાવનો સંદેશ આપવામાં આવ્યો. ત્રિપુરા રાજ્યનાં ટેબલોમાં ગાંધીવાદ તરીકે સશક્તીકરણ પર આધાપરિત ગ્રામીણ વ્યવસ્થાને દર્શાવાયુ. મહારાષ્ટ્રના ટેબલોમાં ભારત છોડો આંદોલન દર્શાવામાં આવ્યુ હતુ. પંજાબની ઝાંખી જલીયાનવાલા બાગ પર આધારીત હતી જ્યારે ગુજરાત રાજ્ય તરફથી પ્રદર્શીત ટેબ્લોમાં દાંડીયાત્રા પ્રદર્શીત કરવામાં આવી હતી. આમ વિવિધ રાજ્યોએ પોતાની ઝાંખી પ્રદર્શીત કરી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમના ટેબ્લો પ્રદર્શીત કર્યા હતા. ત્યાર બાદ વિવિધ વિદ્યાર્થીઓ પોતાની શક્તિ અને અનોખા પ્રદર્શન પ્રદર્શીત કર્યા હતા.
બીજી તરફ મેજર ખુશ્બુ કંવરના નેતૃત્વ હેઠળ આસામ રાઈફલની મહિલા ટુકડી પહેલી વખત પરેડમાં જોડાઈને ઇતિહાસ સર્જ્યો હતો. જ્યારે નૌસેનાનાં 144જવાનોની બટાલિયને માર્ચ કરી, આ પહેલા ભૂતપૂર્વ જવાનોની એક બટાલિયને પણ સલામી આપી હતી.તો વળી નૌસેનાનાં 144જવાનોની બટાલિયને માર્ચ કરી, આ પહેલા ભૂતપૂર્વ જવાનોની એક બટાલિયને પણ સલામી આર્પી હતી.વાયુસેના બેન્ડની રેલી યોજાઈ. ત્યારબાદ વાયુસેનાની બટાલિયને સલામી અને સર્વિસ કોર્પ્સ સ્ક્વોડ્સ અને સંયુક્ત બેન્ડ સ્ક્વોડે માર્ચ કરી. ત્યારબાદ 102 પંજાબ પાયદળ બટાલિયનએ પણ સલામી આપી.મદ્રાસ રેજીમેન્ટ , રાજપૂતાના રાઈફલ્સ અને ત્યારબાદ શીખરેજીમેન્ટે સલામી આપી હતી. વાયુસેનાનાં ધ્રુવ અને રુદ્ર હેલિકોપ્ટરે આકાશમાં ડાયમંડ ફોર્મેશન બનાવીને ફ્લાઈપેસ્ટ કર્યુ. આકાશ હથિયાર પ્રણાલી તરફથી સલામી તિરંગાને સલામી આપવામાં આવી.અલ્ટ્રા લાઈટ હોવિત્જર તોપે તિરંગાને સલામી આપી. MI-17 હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાવામા આવી. મેજર જનરલ રાજપાલે પરેડમાં સૌપ્રથમ સલામી આપી. કેપ્ટન નવનીત એરિકનાં નેતૃત્વ હેઠળ લડાકુ ટેંક T-90 ભીષ્મની ટેબલો રેલી યોજાઈ.
ગણતંત્ર દિવસના કાર્યક્રમ પુરો થયા બાદ સૌ કોઈ હર્ષ અને ગર્વની લાગણી અનુભવતા છુટાં પડતા હતા ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પ્રકારના પ્રોટોકોલ તોડી ઉપસ્થિત લોક તરફ ચાલી નિકળ્યા હતા. વડાપ્રધાનને પોતાની સમીપે આવતા જોઈ લોકો હર્ષિત અને આનંદીત થયા હતા. રાજપથ માર્ગ પર નરેન્દ્ર મોદી ગાડીઓનો કાફલો છોડી સામાન્ય જનની જેમ પદયાત્રા કરી હતી.
