રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દહેરાદૂનમાં IMAની પાસિંગ આઉટ પરેડનું નિરિક્ષણ કર્યુ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે તારીખ 11 મી ડિસેમ્બરના રોજ દહેરાદૂનમાં ભારતીય સૈન્ય અકાદમીની પાસિંગ આઉટ પરેડમાં ખાસ હાજરી આપી હતી. તેમણે પાસિંગ આઉટ પરેડમાં નિરીક્ષક અધિકારી તરીકે ઉપસ્થિત રહીને સૈન્યની સલામી ઝીલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડમાં ભારત અને વિદેશનાં 387 જેટલા જેન્ટલમેન કેડેટ્સે ભાગ લીધો હતો. જે પૈકીના 319 જેન્ટલમેન કેડેટ્સ ભારતીય છે, જ્યારે 68 કેડેટ્સ 8 મીત્ર દેશોનાં છે. આ 8 મિત્ર દેશોમાં અફઘાનિસ્તાન, ભૂતાન, શ્રીલંકા, નેપાલ, માલદીવ, મ્યાનમાર, તાનઝાનીયા અને તુર્કમેનિસ્તાનથી કેડેટ્સે ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કરતા જણાવ્યું હતું કે, યુવા સેનાનાં અધિકારીઓ ભારતીય સૈન્ય અકાદમીની વીરાસતને જાળવી રાખશે. જેન્ટલમેન કેડેટ્સને નવા પડકારો માટે તૈયાર રહેવાનું છે, અને તમામ કેડેટ્સ માટે રાષ્ટ્ર પ્રથમ હોવું જોઈયે.
આ ઉપરાંત રાષ્ટ્રપતિએ સંબોધન દરમિયાન હાલમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ભારતના પ્રથમ સીડીએસ બિપિન રાવત સહિતનાં 12 જવાનોને યાદ કરીને કહ્યું હતું કે, તમામ દેશના આ સૈન્ય કર્મીઓને દેશ ક્યારેય ભૂલી નહી શકે.
