Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમગ્ર દેશવાસીઓને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવી

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમગ્ર દેશવાસીઓને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવી છે.પોતાના ટ્વિટ સંદેશમાં રામનાથ કોવિંદે કહ્યું કે, ઈદ-ઉલ-અઝહાના પર્વ પર તમામ દેશવાસીઓ તેમજ દેશ બહાર વિદેશમાં વસતા મુસ્લિમ ભાઈ-બહેનોને શુભકામના પાઠવું છું.

    આજે દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ ઈદ-ઉલ-અઝહાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમગ્ર દેશવાસીઓને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવી છે.પોતાના ટ્વિટ સંદેશમાં રામનાથ કોવિંદે કહ્યું કે, ઈદ-ઉલ-અઝહાના પર્વ પર તમામ દેશવાસીઓ તેમજ દેશ બહાર વિદેશમાં વસતા મુસ્લિમ ભાઈ-બહેનોને શુભકામના પાઠવું છું. ઈદ-ઉલ-અઝહા પ્રેમ, બંધુત્વ અને માનવતાની સેવાનું પ્રતિક છે. આવો આપણે પણ આ સાર્વ ભૌમિક મૂલ્યો માટે ખુદને પ્રતિબદ્ધ કરીએ જે આપણી સમગ્ર સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ પણ ઈદ-ઉલ-અઝહાની દેશવાસીઓને શુભકામના પાઠવી છે. પોતાના શુભેચ્છા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે, આ પર્વ ત્યાગ, બલિદાન અને વિશ્વાસનું પ્રતિક છે. આ તહેવાર ભાઈચારો અને કરૂણાની ભાવનાને પ્રેરિત કરે છે. આ પર્વ ઉત્સવની ભાવનાને મજબૂત કરશે અને એક બીજા વચ્ચે આત્મીયતામાં વધારો કરશે. ઉપરાષ્ટ્રપતિએ ઉમેર્યું કે,ઈદ ઉલ અઝહાનો મહાન આદર્શ લોકોના જીવનમાં શાંતિ અને સદભાવનો સંદેશ આપે છે અને દેશમાં સમૃદ્ધી લાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply