ભારતીય રેલવેએ દિલ્લીથી અટારી જતી સમજોતા એક્સપ્રેસ રદ કરવાની કરી જાહેરાત
Live TV
-
પાકિસ્તાન તરફથી સમજૌતા એક્સપ્રેસનું સંચાલન સ્થગિત કર્યા બાદ રવિવારે ભારતીય રેલવેએ પણ તેની સેવા રદ્દ કરી દીધી છે. આ ટ્રેન રવિવારે દિલ્હીથી રવાના થતી અને અટારી પહોંચતી હતી.
પાકિસ્તાન તરફથી સમજૌતા એક્સપ્રેસનું સંચાલન સ્થગિત કર્યા બાદ રવિવારે ભારતીય રેલવેએ પણ તેની સેવા રદ્દ કરી દીધી છે. આ ટ્રેન રવિવારે દિલ્હીથી રવાના થતી અને અટારી પહોંચતી હતી. પાકિસ્તાનમાં આ ટ્રેન લાહૌર અને અટારી વચ્ચે દોડતી હતી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું છે. જેને પગલે તેણે પોતાની હદમાં પ્રવેશતા સમયે સમજૌતા એક્સપ્રેસને અટકાવી દીધી હતી.
