રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પલ્સ પોલિયો કાર્યક્રમનો પ્રારંભ કર્યો
Live TV
-
આજે રાષ્ટ્રીય રોગપ્રતિકારક દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયોનાં ટીપાં આપીને ચાલુ વર્ષે પલ્સ પોલિયો કાર્યક્રમની શરૂઆત કરી હતી.આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના 17 કરોડથી વધુ બાળકોને પોલિયોનાં ટીપાં આપવામાં આવશે. તમામ રાજ્યોમાં પોલિયો બૂથ બનાવવામાં આવ્યા છે જે આજે સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
આ કાર્યક્રમ દેશમાંથી પોલિયો નાબૂદને ટકાવી રાખવા માટે કેન્દ્ર સરકારની રસીકરણ અભિયાનનો એક ભાગ છે.
