રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે મુલાકાત કરી
Live TV
-
બન્ને દેશ વચ્ચે રણનિતિક સહયોગ વધારવા ચર્ચા
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે મુલાકાત કરી હતી અને બન્ને દેશ વચ્ચે રણનિતિક સહયોગ વધારવા ચર્ચા કરી હતી. ભારત અને શ્રીલંકાએ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સમુદ્રી સહયોગ વધારવા ચર્ચા કરી હતી. ભારત અને શ્રીલંકા હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સમુદ્રી સુરક્ષા સુનિશ્ચીત કરવા માટે સહયોગ વધુ મજબુત કરવા તથા ગુપ્ત માહિતી પરસ્પર આપવા સંમત થયા છે. કોલંબોમાં એક દિવસના પ્રવાસે ગયેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તથા શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વચ્ચે બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા, દ્વિપક્ષી સહયોગ વધુ મજબૂત કરવા, સમુદ્રી સુરક્ષા અને પ્રદેશમાં સહયોગ વધારવા ઉપર મુખ્ય ચર્ચા થઇ હતી. બન્ને દેશની સેનાના સહયોગમાં બન્ને દેશનું હિત, સમુદ્રી સુરક્ષા તથા તટરક્ષક દળમાં શ્રેષ્ઠ તાલમેલ જેવા મુદ્દાઓ સામેલ હતા. અજીત ડોભાલે શ્રીલંકા,માલદીવ, તથા ભારત વચ્ચે સમુદ્રી ક્ષેત્રમા જાગૃતતા બાબતે ચર્ચા કરી હતી.
