રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા હેઠળ મે અને જૂન મહિનાઓમાં વધારાનું અનાજ ફાળવવાની મંજુરી આપી
Live TV
-
આ નિર્ણયથી અનાજ સબસિડી પેટે કેન્દ્ર સરકારને આશરે 26 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
કોરોના મહામારીમાં લોકો ને અનાજ સમયસર અને વ્યવસ્થિત મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે આથી
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા હેઠળના બધા જ લાભાર્થીઓને મે અને જૂન મહિનાઓમાં વધારાનું અનાજ ફાળવવાની મંજુરી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ મંજુરી અપાઈ હતી.
કેન્દ્ર સરકારે બે માસ સુધી વધારાનું અનાજ લાભાર્થીઓને આપવાની જાહેરાત ગયા મહિનામાં કરી હતી.
આ નિર્ણય મુજબ દેશના 80 કરોડ લાભાર્થીઓને મે અને જુન એમ બે મહિનામાં એક વ્યક્તિને પ્રતિમાસ 5 કિલો ઘઉં અથવા ચોખા અપાશે.
આ નિર્ણયથી અનાજ સબસિડી પેટે કેન્દ્ર સરકારને આશરે 26 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
