PMએ રસીનો બગાડ ઘટાડવામાં સારી કામગીરી કરવા બદલ આરોગ્ય કર્મચારીઓની કરી પ્રશંસા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનનો બગાડ ઘટાડવામાં ઉદાહરણીય કામગીરી બદલ આરોગ્ય કર્મચારીઓ અને નર્સોની પ્રશંસા કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના એક ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ. “રસીનો બગાડ ઘટાડવામાં આપણા આરોગ્ય કર્મચારીઓ અને નર્સોની ઉદાહરણીય કામગીરી જોઈને સારૂં પ્રતીત થાય છે. રસીનો બગાડ ઘટાડવોએ કોવિડ-19 વિરુદ્ધની લડાઈને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ છે.”કોરોનાના આકરા સમયમાં ડોક્ટર અને નર્સ પોતાના જીવનના જોખમે દર્દીઓને જીવનદાન આપી રહ્યા છે. તેમનું કાર્ય સદાય અવીસ્મરણીય રહેશે અને તેની પ્રશંશા સૌ કોઈ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કેટલીક વાર ફ્રન્ટ લાઈન વોરિયર્સનો આભાર વ્યક્ત કર્યો છે.
