રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે મોરિશિયસમાં કોલંબો સુરક્ષા પરિષદની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની બેઠકમાં ભાગ લીધો
Live TV
-
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે મોરેશિયસના પોર્ટ લુઈસમાં કોલંબો સુરક્ષા પરિષદની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની છઠ્ઠી બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં બાંગ્લાદેશ અને સેશેલ્સના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપરાંત સભ્ય દેશોના વરિષ્ઠ સુરક્ષા સલાહકારોએ ભાગ લીધો હતો.
સભ્ય દેશોએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની પાંચમી બેઠકમાં લીધેલા નિર્ણયોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને 2024 માટે પ્રવૃત્તિઓના માળખા પર સંમત થયા હતા. તેઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરંપરાગત, બિન-પરંપરાગત અને સંકર પડકારોનો સામનો કરવા માટે સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં કોલંબો સુરક્ષા પરિષદની ભૂમિકા અને જવાબદારીનો પુનરોચ્ચાર કર્યો હતો.
કોલંબો સુરક્ષા પરિષદ 2020માં ભારત, શ્રીલંકા અને માલદીવ દ્વારા દરિયાઈ સહયોગનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. ગયા વર્ષે માર્ચમાં યોજાયેલી પાંચમી બેઠકમાં મોરેશિયસ પણ તેનું સભ્ય બન્યું હતું.
