Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ABVPની 69મી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 69માં રાષ્ટ્રીય અધિવેશનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. કાર્યક્રમને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-એબીવીપીએ તેની શરૂઆતથી જ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ભાષા આંદોલન હોય, શિક્ષણ આંદોલન હોય કે સંસ્કૃતિની જાળવણી હોય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા અગ્રેસર રહી છે.
     
    કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને દૂર કરી વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરનો પ્રયાસ કરી રહી છે.

    કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું  કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી 25 વર્ષમાં ભારતને વિશ્વ લીડર બનાવવાનો સંકલ્પ કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં વિકાસનું સ્થાન ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને જાતિવાદે લીધું છે. વધુમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં મોટા ફેરફારો થયા છે અને દેશના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply