રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો આજે અંતિમ દિવસ
Live TV
-
મહિલાઓની સંઘમાં વધતી ભૂમિકા અને અને અન્ય વિષયો પર કરાયુ મંથન,આજે સર કાર્યવાહ મિડીયા સાથે કરશે વાતચીત
હરિયાણામાં ભારતીય સ્વયંસેવક સંઘની અખિલ ભારત પ્રતિનિધી સભાની બેઠકનો આજે અંતિમ દિવસ છે. સંઘના સર કાર્યવાહ દત્તાત્રેય હોસબલે આજે બેઠકમાં પસાર થયેલા ઠરાવોની જાણકારી આપશે. બેઠકમાં સ્વ આધારિત રાષ્ટ્રના નવોત્થાનનો સંકલ્પ લેવા દરખાસ્ત પસાર થઇ છે. અનેક શક્તિઓ સમાજમાં પરસ્પર અવિશ્વાસ , તંત્ર પ્રતિ અવિશ્વાસ અને અરાજકતા સર્જવા માટે નવા નવા ષડયંત્રો રચી રહી છે. તે શક્તિઓથી સાવધાન રહેવા દરખાસ્તમાં કહેવામાં આવ્યું છે. બેઠકમાં સંઘના સરસંચાલક મોહન ભાગવત સહિત 1400થી વધુ સંઘ પ્રતિનિધી ભાગ લઇ રહ્યા છે. બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે સંઘના સ રસંચાલક મોહન ભાગવતે દિપ પ્રગટાવીને બેઠકનો શુભારંભ કરાવ્યો હતો. બેઠકમાં સંઘમાં મહિલાઓની વધી રહેલી ભૂમિકા અને વધી રહેલી વસતી સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી.
