Skip to main content
Settings Settings for Dark

રાહત પેકેજમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, ત્રણ કરોડ ખેડૂતોને 4.22 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવશે.

Live TV

X
  • નાણાં મંત્રી નિર્મલા સીતારમને (Finance Minister of India Nirmala Sitharaman) આજે બીજા દિવસે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ (Relief package) સાથે સંકળાયેલી જાણકારીઓ આપી. 8 કરોડ પ્રવાસી મજૂરો માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મોદી સરકારોને 2 મહિના સુધી અનાજ અને દાળ ઉપલબ્ધ કરાવશે. રાશન કાર્ડ વગરના લોકોને પણ મફત અનાજ આપશે. આ ઉપરાંત દેશના ત્રણ કરોડ ખેડૂતોને 4.22 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવશે.

    આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં નાના ખેડૂતો, પરપ્રાંતિય શ્રમિકો, ફેરિયા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને મદદ કરવામાં આવશે. 3 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવશે. 25 લાખ નવા કિશાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. એપ્રિલમાં 63 લાખ કૃષિ લોન આપવામાં આવી. તે 86 હજાર 600 કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો. ખેડૂતો માટે ઈન્ટરેસ્ટ સબ્વેશન સ્કીમ 31 મે સુધી ચાલુ રહેશે.

    >> 3 કરોડ ખેડૂતો માટે જે 4,22,000 કરોડ કૃષિ લોનનો લાભ આપવામાં આવ્યો છે, તેમાં છેલ્લા 3 મહીનાની લોન મોરટોરિયમ છે. વ્યાજ પર સહાયતા આપી છે.

    >> 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડની મંજૂરી આપી છે જેની લિમિટ 25000 કરોડ હશે.

    >> કૃષિ લોનના વ્યાજ પર સહાયતા અને ચૂકવણી માટે નક્કી કરેલા 1 માર્ચ 2020ના સમયને વધારીને 31 મે 2020 કરવામાં આવી રહ્યો છે.

    >> માર્ચ-એપ્રિલમાં 63 લાખ કૃષિ લોન આપવામાં આવી. તે 86 હજાર 600 કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો.

    >> માર્ચ 2020માં નાબાર્ડમાં સહકારી બેંકો અને ગ્રામીણ બેંકોની મદદ માટે 29 હજાર 500 કરોડ રૂપિયા સહાયતા માટે આપવામાં આવ્યા.

    >> રાજ્યોને પાકની ખરીદી માટે માર્ચ 2020થી અત્યાર સુધીમાં 6700 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply