Skip to main content
Settings Settings for Dark

આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં જાહેરાત ,કેન્દ્ર સરકાર આગામી 2 મહિના સુધી બધા મજૂરોને મફત અનાજ આપશે

Live TV

X
  • કેંદ્ર સરકાર દ્વારા આજે આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં નાના ખેડૂતો, પરપ્રાંતિય શ્રમિકો, ફેરિયા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, પ્રવાસી મજૂરોને આગામી 2 મહિના મફત અનાજ અપાશે. રાશન કાર્ડ વગરનાને 5 કિલો રાશન અપાશે.

    કેન્દ્ર સરકાર દેશભરમાં પ્રવાસી મજૂરોને  (Migrant Workers) મફત અનાજ આપશે. નાણા મંત્રી નિર્મલા સીતારમને (FM Nirmala Sitharaman)રાહત પેકેજના બીજા ભાગની જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર આગામી બે મહિના સુધી બધા મજૂરોને મફત અનાજ આપશે. તેનાથી સીધી રીતે 8 કરોડ પ્રવાસી મજૂરોને સમય પર ભોજન મળી શકશે.

     પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે પીએમ આવાસ અંતર્ગત જલ્દી રેંટલ હાઉસિંગ સ્કીમ લાવવામાં આવશે. આ યોજના માટે ગરીબોને ઓછા ભાડામાં રહેવા માટે ઘર મળશે : નાણા મંત્રી- કોઈપણ રાજ્યનું રેશનકાર્ડ બતાવીને ક્યાંય પણ રાશન લઈ શકાશે. સરકાર જલ્દી એક દેશ એક રેશન કાર્ડ યોજના લાવવા જઈ રહી છે : નાણા મંત્રી

     પ્રવાસી મજૂરો માટે 3 પગલાં - બધા પ્રવાસી મજૂરોને બે મહિના સુધી મફત અનાજ, કાર્ડ હોલ્ડર્સને ઘઉં-ચોખા પહેલાથી મળે છે. પહેલાની જાહેરાતો યથાવત્ રહેશે. જેમની પાસે રેશન કાર્ડ નથી તેમને 5 કિલો ચોખા અને એક કિલો ચણા આપવામાં આવશે. રાજ્યમાં મદદ મજૂરો સુધી પહોંચાડાશે.

    >> મિનિમમ વેતનને યૂનિવર્સલ પ્રાવધાનમાં લાવીશું. આનાથી બધા મજૂરોને ફાયદો થશે. સંસદમાં આ માટે કામ ચાલું છે. ભથ્થામાં ક્ષેત્રીય અસમાનતાને દૂર કરવાની છે. બધા મજૂરો માટે વાર્ષિક સ્વાસ્થ્ય ચેકઅપ પણ કરાશે,જે મજૂર પરત ફરી રહ્યા છે તેમને અલગ-અલગ મંત્રાલયો દ્વારા મનરેગામાં ઇનરોલ કરવામાં આવી રહ્યા છે. મનરેગા એક્ટ અંતર્ગત તેમને પોતાના જ રાજ્યમાં કામ આપવામાં આવી રહ્યું છે.પ્રવાસી મજૂરોની ચિંતા છે, જે શહેરોમાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. મેં પહેલા જ જાહેરાત કરી છે કે એવરેજ વેજ રેટ વધારીને 202 રુપિયા કરવામાં આવ્યા છે. કામના કલાકો વધારે દીધા છે. જેથી મજૂરોને વધારે તક મળે.શહેરમાં ઘર વગરના ગરીબ છે તેમના માટે કેન્દ્ર સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે 11 હજાર કરોડ રુપિયા આપવામાં આવ્યા છે. આ છેલ્લા બે મહિનાની વાત છે : નાણા મંત્રી નિર્મલા સીતારમન
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply