Skip to main content
Settings Settings for Dark

પ્રવાસી મજૂરોને સરળતાથી કોઈ પણ રાજ્યમાં રેશન મળી રહે તે માટે 'વન નેશન-વન રેશન'કાર્ડ યોજનાની કરવામાં આવી જાહેરાત

Live TV

X
  • દેશમાં 20 લાખ કરોડનું આર્થિક પેકેજનું આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર કરવામાં આવ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમને બુધવારે 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી.પ્રવાસી મજૂરોને સરળતાથી કોઈ પણ રાજ્યમાં રેશન મળી રહે તે માટે 'વન નેશન-વન રેશન'કાર્ડ યોજનાની પણ આજે જાહેરાત કરવામાં આવી છે.

    આ યોજનાથી એ શ્રમિકોને પણ લાભ થશે જેમની પાસે કોઈ પણ પ્રકારનું કાર્ડ નથી. આ સાથે જ સરકાર એક દેશ, એક રાશન કાર્ડ યોજના પર કામ કરી રહી છે અને તેના લીધે દેશમાં ક્યાંય પણ લોકો અનાજ લઈ શકશે.8 કરોડ પ્રવાસી મજૂરો માટે સરકારે 2 મહિનામાં મફત અનાજ મળી રહી તે માટે 3500 કરોડ રુપિયાનું પ્રાવધાન કર્યું છે. જેમાં 5-5 કિલો ઘઉં અને ચોખા, 1 કિલો ચણા આગામી 2 મહિના સુધી મળી શકશે.  તમામ ખર્ચ કેન્દ્ર સરકાર જ ઉઠાવશે.લોકો જ્યાં હોય ત્યાંથી પણ અનાજ મેળવી શકે. આ અમલવારી માર્ચ 2021થી દેશભરની રાશનની દુકાનોમાં શરુ થઈ જશે.
     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply