Skip to main content
Settings Settings for Dark

રિકવરી રેટ વધીને 60 ટકાથી ઉપર પહોંચ્યો, ટેસ્ટિંગ વધારવા પર સરકારનો ભાર

Live TV

X
  • 17,834 દર્દીઓએ જીવ ગુમાવ્યો, તેની સામે 3.59 લાખથી વધારે દર્દીઓ સાજા થયા

    કેન્દ્ર સરકારે કોવિડ-19 ના ટેસ્ટિંગ વધારવા પર વધુ ભાર મુક્યો છે...કેન્દ્રએ કહ્યું છે કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે...તેને લઈને ટેસ્ટિંગની પ્રક્રિયાને વધુને વધુ આગળ વધારવામાં આવે... કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેમ્પેઈન મોડમાં ટેસ્ટિંગ માટે પ્રયાસ કરવા પર ભાર મૂક્યો છે... સરકારે વધુ કેસ ધરાવતા વિસ્તારોમાં શિબિરો બનાવવાનું પણ કહ્યું છે... આ ઉપરાંત, મોબાઈલ વેન દ્વારા સેમ્પલ એકત્રિત કરવાનો આગ્રહ કર્યો છે... તમામ લક્ષણ ધરાવતા લોકો અને કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું , સેમ્પલ લેવામાં આવે..રેપિડ એન્ટિજન ટેસ્ટ દ્વારા સેમ્પલની તપાસ કરવામાં આવે અને તમામ લેબ પોતાના ડેટાને ICMRને મોકલે...આ તરફ દેશમાં કોવિડ-19થી સાજા થવાનો દર વધીને 60 ટકાથી ઉપર પહોંચ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 19 હજાર 428 કેસ નોંધાયા છે...જ્યારે 12 હજારથી વધુ લોકો સંક્રમણ મુક્ત થઈને સ્વસ્થ થયાં છે... જ્યારે વધુ 438 લોકોનાં મોત થતાં દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 17 હજાર 834 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 59 હજાર 859 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે... હાલ 2 લાખ 26 હજાર 947 સક્રિય સંક્રમિત કેસ છે...

    તો દિલ્હીમાં કોરોનાના વધતા પ્રહાર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી અને NCRમાં કોવિડ-19ની મહામારીની સ્થિતિની સમીક્ષા કરી હતી...વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને આ ત્રણે રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.આ ક્ષેત્રમાં મહામારી સામે લડવા માટે એકીકૃત કાર્યરચના તૈયાર કરવા ઉપર બેઠકમાં ભાર મૂકાયો હતો....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply