રિઝર્વ બેંકમાં કેશનો પૂરતો જથ્થો : નાણા મંત્રાલય
Live TV
-
દેશમાં કેશની કોઇ કમી ન હોવાનું આર્થિક બાતોના સચિવ સુભાષ ગર્ગે જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, 1.75 લાખ કરોડની રીઝર્વ કરન્સીનો જથ્થો ઉપલબ્ધ
દેશના વિવિધ વિસ્તારોમાં હાલ રોકડની સમસ્યા પ્રવર્તી રહી છે, ત્યારે આર્થીક બાબતોના સચિવ સુભાષ ગર્ગેનું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે કે, દેશમાં કરન્સીની કોઇ કમી નથી. પોણા બે લાખ કરોડની રીઝર્વ કરન્સીનો જથ્થો હજી પણ પડેલો છે. કરન્સી માંગમાં અણધાર્યો ઉછાળો આવે તો તેનો પહોંચી વળવા નવી ચલણી નોટ છાપવાની શરૂઆત પણ કરી દીધી છે. સામાન્ય સંજોગોમાં કરન્સી નોટની પ્રતિ મહિને રૂપિયા 20 હજાર કરોડની માગ રહેતી હોય છે, પરંતુ વીતેલા 12 થી 13 દિવસમાં રૂપિયા 45 હજાર કરોડની માગ અણધારી ઉભી થઇ છે. તે માગને પહોંચી વળવા પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નોટ પ્રિન્ટીંગનો આરંભ પણ કરી દીધો છે. અચાનક કરન્સીની વધેલી માગના કારણો અંગે તપાસ થઇ રહી છે. જોકે કેટલાક વિસ્તારમાં એટીએમ ખોટકાયા હોવાની કે કરન્સી અછતનું કારણ સ્થાનિક પણ હોઇ શકે છે.