રેલવે કૌભાંડ : લાલૂ યાદવ સહિત 14 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ
Live TV
-
I.R.C.T.C.માં ભ્રષ્ટ્રાચાર સાથે જોડાયેલા મામલામાં CBIએ પૂર્વ રેલમંત્રી લાલૂ પ્રસાદ યાદવ સહિત 14 અન્ય આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલો I.R.C.T.C.ની હોટેલનો કોન્ટ્રાક્ટ એક પ્રાઇવેટ કંપનીને આપવા સાથે જોડાયેલો છે.
CBI તરફથી રિપોર્ટમાં દાખલ ચાર્જશીટમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવનું નામ પણ સામેલ છે. આ મામલામાં થોડા સમય પહેલા રાબડી દેવીની સઘન પૂછપરછ કરાઈ હતી. નોંઘનિય છે કે, રાંચી અને પૂરીમાં ચાલતા બે હોટેલની દેખરેખનું કામ સુજાતા હોટેલ્સ નામની એક પ્રાઇવેટ કંપનીને આપવાના મુદ્દે આ આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે.