માત્ર 12 કલાકમાં ગુરુગ્રામથી પહોચી શકાશે મુંબઈ, પરિવહન મંત્રાલયનો માસ્ટર પ્લાન
Live TV
-
દિલ્હી-ગુડગાંવ-મેવાત-કોટા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત-દહિસર-મુંબઈ એક્સપ્રેસ વેનો રુટ હશે
કેન્દ્ર સરકાર ગુડગાંવને દેશની વ્યાપારિક રાજધાની મુંબઈ સાથે જોડચા એક નવો એક્સપ્રેસ વે બનાવવાની યોજના તૈયાર કરી છે..જે અંતર્ગત આશરે 12 કલાકથી પણ ઓછા સમયમાં યાત્ર પુરી કરી શકાશે..પરિવહનમંત્રી નિતીન ગડકરીએ જણાવ્યુ છે કે નવો ગુરુગ્રામ-મુંબઈ એક્સપ્રેસ વે ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે..એક્સપ્રેસ વે બે જિલ્લા હરિયાણાના મેવાત અને ગુજરાતના દાહોદથી કનેક્ટ હશે..આ પરિયોજનાનો ખર્ચ આશરે 60,000 કરોડ રુપિયા છે..આ એક્સપ્રેસ વે દિલ્હીથી મુંબઈ વચ્ચે 1450 કિલોમીટરના હાલના અંતરથી લગભગ 1250 કિલોમીટર સુધી ઓછુ કરવામાં આવશે..
હાલમાં દિલ્હીથી મુંબઈ પહોચવામાં ઓછામા ઓછો 24 કલાકનો સમય લાગે છે.નવો એક્સપ્રેસ વે બનતા જ દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 12 કલાકના અંતરમાં પુરુ કરી શકાશે..આ યોજના પર ડિસેમ્બરમાં કામકાજ શરુ થઈ જશે..આ એક્સપ્રેસ વે નો રુટ જોઈએ તો દિલ્હી-ગુડગાંવ-મેવાત-કોટા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત-દહિસર-મુંબઈ હશે..કેન્દ્રની આ પરિયોજનાથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના અવિકસિત ક્ષેત્રોનો વિકાસ વધશે..ઔદ્યોગિકરણ અને રોજગારીમાં પણ વધારો થશે.