સાત વર્ષના બાળકની મોટા લોકોને શરમાવે તેવી સિદ્ધિ
Live TV
-
સાત વર્ષના બાળકે એવું પરાક્રમ કરી બતાવ્યું છે જેને સાંભળીને સમગ્ર ભારતને ગર્વ થશે.
હૈદરાબાદના સાત વર્ષના પર્વતારોહી સમન્યૂ પોથુરાજુએ આફ્રિકાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલિમાંજારો પર ચડીને તિરંગો લહેરાવ્યો છે. પોથુરાજુએ સાબિત કરી બતાવ્યું છે કે જો નાની ઉંમરમાં પણ કંઈક કરી બતાવવાની અદમ્ય ઈચ્છા હોય તો ગમે તેવી મોટી મુશ્કેલી છતાં સિદ્ધિ મેળવી શકાય છે.
એમ કહેવાય છે કે આફ્રિકાના તાંજાનિયાનો માઉન્ટ કિલિમાંજારો એવો પર્વત છે જ્યાં ઠંડીના કારણે ભલભલા ગભરાઈ જાય. પરંતુ માત્ર સાત વર્ષના પોથુરાજુએ આ પર્વત પર જીત મેળવીને દેશનું નામ ઉજાળ્યું છે. બે એપ્રિલે સમન્યુ પોથુરાજુએ પોતાના પ્રશિક્ષક સાથે સમુદ્ર તળથી 5,895 મીટર ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો હતો.
પોતાની જીત પર સમન્યૂએ કહ્યું કે 'જ્યારે મેં ચડાઈ શરૂ કરી ત્યારે વરસાદ થઈ રહ્યો હતો અને રસ્તો પથ્થરોથી ભરેલો હતો. હું ડરી ગયો હતો અને મારા પગમાં ખૂબ જ દુઃખાવો પણ થઈ રહ્યો હતો. પરંતુ મેં થોડો આરામ કર્યો અને પછી બાકીનું ચડાણ પૂરું કર્યું. મને બરફ બહુ જ પસંદ છે અને આથી મેં માઉન્ટ કિલિમાંજારોને ચડાણ માટે પસંદ કર્યો.'सफर पांच दिनों में पूरा किया।