Skip to main content
Settings Settings for Dark

#DigitalIndia : રોકાયા વિના જ બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે ટોલટેક્સ

Live TV

X
  • ગુડગાંવ થઈને દિલ્હીથી અલવર-સવાઈ માધોપુર-વડોદરાના માર્ગે મુંબઈ સુધીનો એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવશે

    દેશભરમાં ટોલ પર કોઈ પણ વાહનચાલકે ટેક્સ આપવા માટે હવેથી રોકાવુ નહી પડે..એવી વ્યવસ્થા લાગુ થવા જઈ રહી છે કે કાર ડ્રાઈવરનો ટેક્સ ગાડીના ટોલ ક્રોસ કરતા જ તેના એકાઉન્ટમાંથી કપાઈ જશે..હાલમાં આ પ્રકારની વ્યવસ્થા દક્ષિણ કોરિયામં છે..મે મહિનામાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે..તેમની સાથે ટોલ બુથ પર આ પ્રકારની વ્યવસ્થા અંગે એમઓયુ સાઈન થવાના છે..કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુડગાંવ સેક્ટર 29ના એક હોટેલમાં આયોજિત કાર્યક્રમમાં વધુમાં માહિતી આપતા કહ્યુ હતુ કે જમીન મળ્યા બાદ ખેડકીદૌલા ટોલબુથ પ્લાઝા શિફ્ટ કરી 8 દિવસમાં નિર્માણ કાર્ય શરૂ કરી દેવાશે..

    ગુડગાંવ થઈને દિલ્હીથી અલવર-સવાઈ માધોપુર-વડોદરાના માર્ગે મુંબઈ સુધીનો એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવશે...જેનો પ્રથમ ફેઝ વડોદરાથી મુંબઈ સુધીના માર્ગનો આશરે 44 હજાર કરોડનો ટેન્ડર બહાર પડી ચૂક્યા છે.આ એક્સપ્રેસ હાઈવે પર લગભગ એક લાખ કરોડનો ખર્ચ થશે..હાઈવે બનતા દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર ઓછુ થઈ જશે અને ગુડગાંવના લોકોને પણ ફાયદો થશે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply