આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી
Live TV
-
હવામાન વિભાગે આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં ભારતીય હવામાન વિભાગના મહાનિદેશક કે.જી.રમેશએ જણાવ્યું કે, કેરલમાં 15 મે સુધીમાં વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના ડીજીએ જણાવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બર સુધીમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ચોમાસુ મે મહિનાની મધ્યમાં સૌથી પહેલા કેરલમાં પહોંચશે અને 45 દિવસની અંદર સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆત થશે. સતત ત્રીજા વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનુ અનુમાન લગાવાઈ રહ્યું છે. ચોમાસ સામાન્ય રહેવાની આગાહીથી ખેડૂતોમાં જગતના તાત માટે પણ રાહતના સમાચાર છે.