મક્કા મસ્જિદ વિસ્ફોટના તમામ આરોપીઓ મુક્ત
Live TV
-
હૈદરાબાદમાં વર્ષ 2007માં જુમાની નમાઝ વખતે થયેલા બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત થયા હતા, આ ઘટના બાદ ભડકેલી હિંસા દરમિયાન ગોળીબારમાં 5 લોકોના પણ મોત થયા હતા, જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા.
હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વર્ષ 2007માં થયેલા વિસ્ફોટ મામલે NIAની અદાલતે તમામ આરોપીઓને મુક્ત કર્યા છે. નામપલ્લીની વિશેષ અદાલતે સબૂતોના અભાવે તમામ આરોપીઓને છોડી મુક્યા છે. આ સમગ્ર મામલે સ્વામી અસીમાનાંદ સહિત 5 લોકોને આરોપીઓ બનાવાયા હતા. આ કેસની ગંભીરતાને લઇને કોર્ટ પરિસર આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા.