દિવ્યાંગોની માંગણી સરકાર સુધી પહોંચાડવા દિવ્યાંગ પ્રજીતની કોઝિકોડથી દિલ્હી સુધીની યાત્રા
Live TV
-
સાત વર્ષ પહેલાં કાર અકસ્માતમાં દિવ્યાંગ બનેલા પ્રજીતનો ઉદેશ દિવ્યાંગો માટે કામ કરવાનો છે.
કોઝિકોડની ઇસ્લામ કોલેજથી દિલ્હીની 11 હજાર કિલોમીટરની યાત્રાએ નીકળેલા ,પ્રજીત જયપાલનો ઉદ્દેશ, પ્રધાનમંત્રી તથા અન્ય મહત્વના મંત્રીઓને મળીને દિવ્યાંગો વધુ સુવિધાઓ તેમજ રોજગારી મેળવી સ્વમાનભેર જિંદગી જીવી શકે તેવી માંગ કરવાનો છે. સાત વર્ષ પહેલાં કાર અકસ્માતમાં દિવ્યાંગ બનેલા પ્રજીતનો ઉદેશ દિવ્યાંગો માટે કામ કરવાનો છે.
દિવ્યાંગ પ્રજીત પોતાના સાથીઓ સાથે કેરાલાના કોઝિકોડથી નીકળી મેંગલોર થઈ મૈસુરથી અમદાવાદ આવી પહોંચ્યા છે. હવે તેઓ જયપુરથી આગ્રા થઈને દિલ્હી પહોંચશે. દિલ્હીથી રવાના થઈ તેઓ પંજાબ, ચેન્નઈ, ત્રિવેન્દ્રમ થઈને પરત કોઝિકોડ પહોંચશે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ દિવ્યાંગોને મદદ કરતી સંસ્થા, એનજીઓ અને કંપનીના વડાઓને મળશે.
તેમની માંગ છે કે, ભારતભરના શહેરોના મોલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પર્યટન સ્થળ અને રેસ્ટોરન્ટો તથા હોટલોમાં વ્હીલચેર માટે રેમ્પ બનાવવામાં આવે. તેમજ તેઓ સરકારની સાથે રહી દિવ્યાંગો માટે મેગા જોબ ફેર યોજે તેવું પણ ઇચ્છી રહ્યાં છે. તેઓએ દિવ્યાંગની મદદ માટે વેબસાઇટ અને પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં ધીરે ધીરે સુધારો કરી તેમણે લોકભોગ્ય બનાવવા પ્રયત્ન શરૂ કર્યા છે.