હોમ એક્સ્પો ઈન્ડિયા 2018ના 7મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરતા સ્મૃતિ ઇરાની
Live TV
-
ગ્રેટર નોઈડામાં હોમ એક્સ્પો ઈન્ડિયા 2018ના સાતમા સંસ્કરણનું કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું ઉદઘાટન -ઘરેલુ સામાન, કપડા અને ફર્નિચર એક છત નીચે જોવા મળશે-તો આંતરરાષ્ટ્રીય ખરીદદાર, ઉત્પાદક અને નિકાસકાર એક જ મંચ પર કરશે વિચારોનું આદાન-પ્રદાન
કેન્દ્રિય કપડામંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે ગ્રેટર નોઇડામાં હોમ એક્સ્પો ઇન્ડિયા - 2018 ના સાતમા સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતું. આ ઉદઘાટન કરતાં સ્મૃતિ ઇરાનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતીય પ્રોડક્ટ ભારત તેમજ અન્ય દેશોના ગ્રાહકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરશે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી આયોજિત હોમ એક્સ્પો 2018ને ત્રણ વર્ગમાં ફાળવાયો છે. જેમાં ઘરેલુ સામાન, કપડાં, ફર્નિચર એક જ છત નીચે જોવા મળી રહ્યો છે. એક્સ્પો બિઝનેસ ટૂ બિઝનેસ શો હશે. જેમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલ ટેક્સટાઇલ, વાસણો અને બાથરૂમના સામાન સહિત ઘણી સામગ્રી પ્રદર્શિત થઈ રહી છે. ત્રણેય કક્ષામાં 650થી વધુ ભારતીય નિકાસકારો તેમની પ્રોડક્ટ રજૂ કરી રહ્યાં છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ખરીદદાર, ઉત્પાદક અને નિકાસકાર એક જ મંચ ઉપર પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકશે.