પીએમ મોદી પાંચ દિવસના યુરોપ પ્રવાસે જવા રવાના
Live TV
-
પ્રધાનમંત્રી સૌપ્રથમ મંગળવારે શિખર સંમેલનમાં ભાગ લેશે, પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ વ્યાપાર અને રોકાણ તેમજ અન્ય મુખ્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવાનો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન અને બ્રિટન અને જર્મનીની પાંચ દિવસીય મુલાકાત માટે રવાના થયા છે. તેમના પ્રવાસનો ઉદેશ વ્યાપાર અને રોકાણ તેમજ અન્ય મુખ્ય ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવાનો છે. પોતાના પ્રવાસના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી સ્ટોકહોમ પહોંચશે. પ્રધાનમંત્રી સૌપ્રથમ મંગળવારે શિખર સંમેલનમાં ભાગ લેશે. નોર્ડિક દેશોમાં સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ, ડેનમાર્ક, આઇસલેન્ડ સામેલ છે. ભારતના મેક ઇન ઇન્ડિયા અભિયાનને લઈને સ્વીડને ઘણું જ સકારાત્મક વલણ અપનાવ્યું છે. સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં સ્વીડનની નિપુણતા, ભારત માટે અક્ષય ઊર્જાના સ્રોતો વધારવા માટે ,મદદરૂપ સાબિત થઈ શકે છે. જ્યારે ભારતની વધતી આર્થિક શક્તિ અને મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત ,સ્વીડન સાથે વેપારના અવસરને વધારશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તે વેપાર , રોકાણ અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રોમાં બંને દેશો સાથે સંબંધ ,સુદૃઢ બનાવવા ઇચ્છૂક છે.