રિઝર્વ બેંકે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કરી ઘટાડાની જાહેરાત.
Live TV
-
આર.બી.આઈ.એ રેપોરેટમાં 75 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કરીને ચાર પોઈન્ટ ચાર ટકા રાખ્યો છે. જ્યારે રેપોરેટમાં 90 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કરીને ચાર ટકા રાખ્યો છે.
રિઝર્વ બેન્કે પોતાની ધિરાણનીતિમાં ફેરફાર કર્યો છે. આર.બી.આઈ.એ રેપોરેટમાં 75 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કરીને ચાર પોઈન્ટ ચાર ટકા રાખ્યો છે. જ્યારે રેપોરેટમાં 90 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કરીને ચાર ટકા રાખ્યો છે. આ અંગે માહિતી આપતાં આરબીઆઈના ગર્વનર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું કે, વિશ્વમાં અર્થતંત્રની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતાનો માહોલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને કારણે વિકાસદર ઘટશે. તેમણે વધુમાં બેન્કોને 3 મહિના સુધી EMI ટાળવાની સલાહ આપી હતી. વધુમાં તેમણે લોકોને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, ભારતમાં બેન્કોની સ્થિતિ મજબૂત છે. જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.
