રેલવેએ 2020-21 દરમિયાન 6,015 કિલોમીટર રેલલાઈનનું વિદ્યુતીકરણ કર્યું
Live TV
-
ભારતીય રેલવેએ આ મોટી ઉપલબ્ધી હાંસિલ કરી છે. 2020-21 દરમિયાન એક વર્ષમાં 6015 કિલોમીટર કવર કરવાવાળા સેક્શનોનું વિદ્યુતીકરણ કર્યું. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. કોરોના મહામારી હોવા છતાં 2018-19 નાં આંકડાને પણ પાછળ છોડી દીધું છે. ભારતીય રેલ્વે પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા સલામત બની રહ્યું છે. ભારતીય રેલ્વેનું નવીનતમ બ્રોડગેજ નેટવર્ક 63,949 રૂટ કિલોમીટર (આરકેએમ) છે.
આયાતી પેટ્રોલિયમ આધારિત ઉર્જા પર રાષ્ટ્રની અવલંબન ઘટાડવા અને દેશની ઉર્જા સુરક્ષાને વધારવા પર્યાવરણને અનુકૂળ, ઝડપી અને ઉર્જા કાર્યક્ષમ પરિવહન પ્રદાન કરવાના દૃષ્ટિકોણથી તાજેતરના વર્ષોમાં રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન પર ઘણાં ભાર મૂકવામાં આવ્યા છે.
ભારતીય રેલ્વેએ ડિસેમ્બર 2023 સુધીમાં તેમના રૂટનું સંપૂર્ણ વિદ્યુતીકરણ કરવાની યોજના બનાવી છે. તે જ સમયે, 2030 નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોથી તેના ઇલેક્ટ્રિક લોડને પ્રાપ્ત કરીને, સંપૂર્ણ રેલ વિદ્યુતીકરણ "નેટ ઝીરો" ઉત્સર્જનના લક્ષ્યમાં ફાળો આપશે.
