ભારતનો સૌથી મોટો સૌર્ય ઉર્જા પ્લાન્ટ તેલંગાણામાં આગામી મે મહિનામાં કાર્યરત થાય તેની સંભાવના
Live TV
-
ભારતનો સૌથી મોટો અને 100 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાવાળો સૌર્ય ઉર્જા તેલંગાણામાં આગામી મે મહિનામાં કાર્યરત થાય તેની સંભાવના છે. એનટીપીસી એ 4 અબજ 23 કરોડ રૂપિયાના ખર્ચે સાડા ચાર લાખ ફોટોવોલ્ટેઇક પેનલ દ્વારા આ સૂર્ય ઉર્જા એકમનું નિર્માણ કર્યું છે. સાડા ચાર લાખ ફોટોવોલ્ટેઇક પેનલો જળાશયનાં 450 એકર વિસ્તારમાં બીછાવવામાં આવી છે. આ જળાશય ખાતે વધુ પેનલો ગોઠવવાનું પણ એનટીપીસી એ આયોજન કર્યું છે. નર્મદા નદી પરનાં ઓમકારેશ્વર બંધ ખાતે વિશ્વનો સૌથી મોટો તરતો સૌર્ય ઉર્જાપ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે જેની વીજ ઉત્પાદન ક્ષમતા 600 મેગાવોટની રહેશે.
