રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારવા રેલવે દ્વારા આઈપી આધારિત વિડિયો સર્વેલન્સ સિસ્ટમ શરુ થશે
Live TV
-
રેલવે બોર્ડ નિર્ભયા નિધિ અંતર્ગત 983 સ્ટેશનો પર વિડિયો સર્વેલન્સ સિસ્ટમની જોગવાઈઓ માટેના કાર્યોને મંજૂરી આપી
મહત્વના રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારવાના ક્રમમાં હવે ભારતીય રેલવે તરફથી સ્ટેશનો પરના આરામગૃહો, આરક્ષણ કાઉન્ટરો, પાર્કિંગ વિસ્તાર, પ્રવેશ અને નિકાસ દ્વાર , પ્લેટફોર્મ , ફુટ ઓવર બ્રિજ , બુકિંગ કાર્યાલય વગેરેમાં ઈન્ટરનેટ પ્રોટોકોલ આધારિત વિડિયો સર્વેલન્સ સિસ્ટમ શરુ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.રેલવે બોર્ડ નિર્ભયા નિધિ અંતર્ગત 983 સ્ટેશનો પર વિડિયો સર્વેલન્સ સિસ્ટમની જોગવાઈઓ માટેના કાર્યોને મંજૂરી આપી છે.આ વર્ષ વિડિયો સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરવા માટે નિર્ભયા નિધિથી ભારતીય રેલવેને 250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
રેલવે મંત્રાલય અંતર્ગત એક મિનિ રત્ન સાર્વજનિક ઉપક્રમ - રેલટેક ને વિડિયો એનાલિટિક્સ એન્ડ ફેશિયલ રેકોગ્નિશન પ્રણાલી સહિત આઈપી આધારિત વિડિયો સર્વેલન્સ પ્રણાલી સ્થાપિત કરવાનું કાર્ય સોપવામાં આવ્યુ છે..સારુ કવરેજ અને સ્પષ્ટ ફોટો મળી શકે તે માટે ચાર પ્રકારી ફુલ એચડી કેમેરા લગાડવામાં આવી રહ્યા છે.આ સિસ્ટમ વિશે રેલટેકના અધ્યક્ષ પુનીત ચાવલાએ કહ્યુ કે પ્રથમ ચરણમાં દેશભરમાં 200 સ્ટેશનો પર વિએસએસ સ્થાપિત કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી દેશભરમાં 81 સ્ટેશનો પર કાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે..
પશ્ચિમ રેલવેમાં ભાવનગર , ઉધના , વલસાડ, નવસારી, વાપી, વિરમગામ, રાજકોટ, ગાંધીધામ સહિત કુલ 10 રેલવે સ્ટેશનો પર આઈપી આધારિત વિડિયો સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરાશે..જેથી મુસાફરોની પણ સુરક્ષામાં વધારો થશે..
