Skip to main content
Settings Settings for Dark

ગણતંત્ર દિવસની પરેડ માટે તૈયાર ભારતીય નૌસેનાના ટેબ્લોનું અનાવરણ

Live TV

X
  • આ વખતે આ ટેબ્લોમાં નૌકાદળની મૂળ ભાવનાને અનુરુપ "ઈન્ડિયન નેવી - સાઈલેન્ટ, સ્ટ્રોંગ અને સ્વિફ્ટ" વિષય રાખવામાં આવ્યો છે..

    નવી દિલ્હીમાં આગામી 26 જાન્યુઆરીના રોજ રાજપથ ખાતે આયોજિત ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેનાર ભારતીય નૌકાદળના ટેબ્લોનું અનાવરણ કરવામાં આવ્યુ છે..આ વખતે આ ટેબ્લોમાં નૌકાદળની મૂળ ભાવનાને અનુરુપ "ઈન્ડિયન નેવી - સાઈલેન્ટ, સ્ટ્રોંગ અને સ્વિફ્ટ"  વિષય રાખવામાં આવ્યો છે..ટેબ્લોના આગળના ભાગમાં ભારતીય નૌકાદળની જમીન, હવાઈ અને જળ ત્રણેય દિશાઓમાં પ્રહાર કરવાની ક્ષમતાને દર્શાવવામાં આવ્યો છે..જેને હાર્પૂન મિસાઈલો, સમુદ્રમાં દૂર સુધી તપાસ કરી શકે તેવું વિમાન બોઈંગ P8, સ્ટીલ્થ ડેસ્ટ્રાયર , બ્રહ્મોસ મિસાઈલ, એક્સોસેટ મિસાઈલ અને કલવરી શ્રેણીની પનડુબ્બીના પ્રતિકૃતિના માધ્યમથી દર્શાવવામાં આવ્યુ છે..ટેબ્લોના પાછળના ભાગમાં સ્વદેશી નિર્મિત વિમાન વાહક જહાજ વિક્રાંતના મોડેલને કોચ્ચી શિપયાર્ડમાં નિર્ણાણાધીન અવસ્થામાં બતાવવામાં આવ્યુ છે..આ ઉપરાંત નૌકાદળના ટેબ્લોમાં મિગ 29 લડાકૂ વિમાનોના મોડેલને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply