રેલ્વેની તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ 3 મે સુધી સ્થગિત, યાત્રીઓને મળશે રિફંડ
Live TV
-
જે મુસાફરોએ e ટિકિટ બુક કરાવી હશે તે આપમેળે રદ થઈ જશે, મુસાફરોને તેમની ઇલેક્ટ્રોનિક ટિકિટ રદ કરવાની જરૂર નથી.
પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉન અવધિ 3 મે સુધી લંબાવી છે ભારતીય રેલ્વેની પેસેન્જર ટ્રેન સેવાઓ, જેમાં પ્રીમિયમ ટ્રેનો, મેઇલ, એક્સપ્રેસ, પેસેન્જર , કોલકાતા મેટ્રો રેલ, કોંકણ રેલ્વે અને આવી અન્ય પેસેન્જર સેવાઓ 3 મેની મધ્યરાત્રિ સુધી સ્થગિત રહેશે. દેશભરમાં લોકડાઉન 3 જી મે સુધી લંબાવ્યા બાદ રેલવે મંત્રાલયે આની જાહેરાત કરી હતી.
આઇઆરસીટીસી વિસ્તૃત લોકડાઉનનામાં ભારતીય રેલ્વે દ્વારા રદ કરાયેલ ટ્રેનોના સંપૂર્ણ રિફંડને જમા કરશે. જેનો મતલબ કે જે ટ્રેનો આ અવધિ ચાલવાની હતી તે દરેક ટ્રેન કેન્સલ થઈ છે અને તતે ટીઆરએનમાં જો કોઈ પેસેંજરએ ટિકિટ બૂક કરવી હશે તો તેમણે રિફંડ મળશે. આની સૂચના સત્તાવાર રીતે રેલ્વે મંત્રાલયે IRCTC મારફતે આપી હતી. આ ઉપરાંત, રેલ મંત્રાલયે આની એક નિર્ણય લોકોના હિતમાં લીધેલ છે. જે મુસાફરોએ e ટિકિટ બુક કરાવી હશે તે આપમેળે રદ થઈ જશે, મુસાફરોને તેમની ઇલેક્ટ્રોનિક ટિકિટ રદ કરવાની જરૂર નથી
