પ્રધાનમંત્રી મોદીએ સાત વચનો દ્વારા માગ્યો દેશવાસીઓનો સાથ
Live TV
-
પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉન અવધિ 3 મે સુધી લંબાવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર મંગળવારે સવારે રાષ્ટ્રને સંબોધન કર્યું,
પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉન અવધિ 3
મે સુધી લંબાવી છે. પ્રધાનમંત્રીએ તેમના સંબોધન દરમિયાન દેશવાસીઓને સાથે મળીને
સાત વચનો માગ્યા છે. પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ
વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ
બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી
કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત
લેવામાં આવશે.પ્રધાનમંત્રી મોદીએ માંગ્યા સાત વચન
1) પોતાના ઘરના વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો, એવા વ્યક્તિઓ જે બીમાર હોય તેમની
એક્સ્ટ્રા કેર કરવી
2) લોકડાઉન- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું છે
3) રોગપ્રતિકારક શક્તિ વધારવી
4) કોરોના ઈન્ફેક્શન રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
5) શક્ય હોય એટલું ગરીબ પરિવારની મદદ કરવી, તેમના ભોજનની જરૂરિયાત પૂરી
કરવી
6) વ્યવસાય-ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી, કોઈને નોકરીમાંથી
ન કાઢવા
7) કોરોના યોદ્ધા- ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, પોલીસોનું આદર સન્માન કરવું
