Skip to main content
Settings Settings for Dark

કોરોના સામે લડત : આરોગ્ય સેતુ એપની ઉપયોગિતા વધારવા ગૂગલ મેપના સ્થાપક સહિતના મહારથીઓની ટીમ કામે લાગી

Live TV

X
  • સરકારે રચેલી હાઇપાવર કમિટી આરોગ્ય સેતુ એપનાં નવાં વધુ ઉપયોગી વર્ઝન સહિતની કામગીરી માટે સક્રિય

    ગૂગલ મેપના સ્થાપક ઉપરાંત ટાટા સન્સ અને ટેક મહિન્દ્રાના ચેરમેન સહિતના અગ્રણીઓની એક ઉચ્ચ સ્તરીય હાઇ પાવર કમિટી આરોગ્ય સેતુ એપની ઉપયોગિતા વધારવા સહિતનાં સોલ્યૂશન્સ માટે સક્રિય બની છે.પ્રધાનમંત્રી કાર્યાલયના નિર્દેશથી કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગ, ટેક્નો એજ્યુકેશન સંસ્થાઓ અને કંપનીઓના વડાઓની ટીમ નવા ટેક્નોલોજીકલ ઉપાયો શોધી તંત્રને કોવિડ-19 સામેની લડતમાં મદદરૂપ બનવા કાર્યરત થઇ છે. પ્રિનિસિપલ સાયન્ટિફિક એડવાઇઝર પ્રોફેસર વિજય રાઘવનના વડપણ હેઠળની આ કમિટીમાં આઇટી સેક્રેટરી અજય સાહની, ટ્રાઇના ચેરપર્સન આર. એક. શર્મા, ટેલિકોમ સેક્રેટરી અંશુ પ્રકાશ, ટાટા ગ્રૂપના ચેરપર્સન એન. ચન્દ્રશેખરન, મહિન્દ્રા ગ્રૂપના  ચેરમેન આનંદ મહિન્દ્રા, ટેક મહિન્દ્રાના સીઇઓ સી. પી. ગુરનાની,  આઇઆઇટી ચેન્નઇના પ્રોફેસર વી. કામકોટી તથા ગૂગલ મેપના સ્થાપક લલિતેશ કટ્રાગડાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ અને ટેક્નોલોજી ઇનોવેશન્સના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો હોવાથી આ કમિટી સપ્તાહમાં ત્રણથી ચાર વખત બેઠકો યોજી ડિજિટલ ઉપાયોની દિશામાં બહુ ત્વરાથી આગળ વધી રહી છે. આ કમિટી જ કોવિડ-19ના દર્દીઓના ટ્રેકિંગ માટેના મોબાઇલ એપ આરોગ્ય સેતુ ડેવલપ કરવા માટેનું મુખ્ય ચાલક બળ છે. હવે આ મેપની ઉપયોગિતા વધારવા પર કામ થઇ રહ્યું છે. આ એપ દ્વારા કોવિડ-19ના દર્દીઓને ટ્રેક કરી શકાય અને તેમની ઉપરાંત ક્વોરન્ટાઇન થયેલા લોકોની અવરજવર મર્યાદિત બનાવી શકાય તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જીપીએસ ટેક્નોલોજીના શક્ય તેટલા ઉપયોગ એ કમિટીનું લક્ષ્ય છે જેથી કરીને સરકારી આરોગ્ય એજન્સીઓનો કાર્યબોજ ઘટાડી શકા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply