15 એપ્રિલે ચીનથી આવશે કોવિડ-19 તપાસ કીટનો પ્રથમ જથ્થો , અત્યાર સુધી થયા 2.06 લાખ ટેસ્ટ
Live TV
-
આઇસીએમઆર અનુસાર, કોવિડ 19 ટેસ્ટ વિશે ગભરાવાની અથવા ચિંતા કરવાની જરૂર નથી. દેશમાં પરીક્ષણ માટે આગામી 6 અઠવાડિયા માટે પૂરતો સ્ટોક છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની તપાસ અને આ ચેપને અટકાવવા માટે ભારત ચીન પાસેથી કોવિડ-19 ટેસ્ટ કીટ લઈ રહ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) ના રમણ આર. ગંગાખેડકરના મતે, ચીનથી કોવિડ-19 નો પહેલો જથ્થો 15 એપ્રિલના રોજ ભારત પહોંચશે..રમણ આર.ગંગાખેડકરના જણાવ્યા મુજબ રવિવાર સુધીમાં દેશમાં 2,06,212 કોવિડ 19 તપાસ થઈ છે. તેમના કહેવા મુજબ, ગભરાવાની અથવા ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દેશમાં પરીક્ષણ માટે આગામી 6 અઠવાડિયા માટે પૂરતો સ્ટોક છે.
