રેસલર પ્રિયા મલિક અંડર 20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાસંલ કર્યો
Live TV
-
આ સાથે અંડર 20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય બન્યા
ભારતીય રેસલર પ્રિયા મલિકે જોર્ડનમાં આયોજિત અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રિયાએ 76 કિલોગ્રામ વજન વર્ગમાં ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલ મેચમાં જર્મનીની લૌરા સેલિન કુહેનને 5-0થી માત આપી હતી. ટુર્નામેન્ટ દરમિયાન તેમણે એક પણ પોઈન્ટ ગુમાવ્યો ન હતો.આ સિદ્ધિ મેળવનારી પ્રિયા બીજી ભારતીય રેસલર બન્યા છે. આ પહેલા અંતિમ પંઘાલે ગયા વર્ષે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી.પ્રિયાએ તેમની કારકિર્દીમાં 2021 અને 2022માં અંડર-17 વર્લ્ડ ટાઈટલ અને અંડર-20 વર્લ્ડ ટાઈટલ જીત્યું છે.
