લખનઉમાં રેપીડ એકશન ફોર્સનો 26મો સ્થાપના દિવસ
Live TV
-
ગૃહમંત્રી રાજનાથ સિંહે, લખનઉ ખાતે રેપીડ એકશન ફોર્સના 26મા સ્થાપના દિવસે પરેડ સલામી ઝીલી હતી. આ ઉપરાંત તેમણે સેવા વિશેષ અને વીરતા પુરસ્કાર આપી, રેપીડ એકશન ફોર્સના જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આ અગાઉ દેશના 126 જિલ્લામાં નક્સલવાદ પ્રવર્તતો હતો, જ્યારે આજે માત્ર 10 થી 12 જિલ્લાઓ તેનાથી પ્રભાવિત છે. આ પ્રસંગે તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આગામી બે થી ત્રણ વર્ષમાં ભારત નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે.
