કેરળમાં ફરીથી લો પ્રેશરના કારણે 24 કલાકમાં વરસાદની આગાહી
Live TV
-
ભારે વરસાદનો માર સહન કરી ચૂકેલા કેરળમાં ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર અરબ સાગરમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે આવતા 24 કલાકની અંદર કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપ, પોંડિચેરીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અરબસાગરમાં સર્જાયેલું દબાણ ચક્રવાતી તોફાનમાં પણ પલટાય તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. વરસાદ અને વાવાઝોડાની સંભવાનાને જોતા સમુદ્રતટ નજીકના વિસ્તારને એલર્ટ કરી દેવાય છે.
