J&k માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિમય માહોલમાં પૂર્ણ થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં 13 વર્ષ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે લોકોએ ઉત્સાહ પૂર્વક મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 73.1 ટકા મતદાન થયું હતું. જે પૈકી રાજૌરી, જમ્મુ અને પૂંછમાં સૌથી વધુ મતદાન થયું હતું. મતદાન કરવા માટે લાગેલી લાંબી કતારો લોકશાહીમાં નાગરિકોનો વિશ્વાસ દર્શાવતી હતી. આતંકવાદ અને અન્ય ધમકીઓને ન ગણકારતાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નાગરિકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન 10 ઓક્ટોબર અને ત્રીજા તબક્કાનું મતદાન 13 ઓક્ટોબર અને અંતિમ તબક્કાનું મતદાન 20 ઓક્ટોબરે થશે. ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ પહેલા તબક્કામાં 422 વોર્ડ માટે મતદાન થયું હતું જેમાં 1 હજાર 283 ઉમેદવાર મેદાનમાં હતા. રાજ્ય સરકારે મતદાનના ક્ષેત્રમાં રજા જાહેર કરી હતી. જમ્મુ ક્ષેત્રમાં 247 વોર્ડ કાશ્મીર ઘાટીના 149 અને લદાખના 26 વોર્ડ માટે 1,283 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું.
